GUJARAT

શિનોર તાલુકાના મોટા ફોફડિયા ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે તૈયાર થએલ કેળાનાં પાકને ભારે નુકશાન

ફૈઝ ખત્રી..શિનોર શિનોર પંથક વરસેલા અવિરત વરસાદને કારણે ખેડૂતો નાં ઉભા પાક ને ભારે નુકશાન થયું છે.જ્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફિફડિયા ગામના ખેડૂતો પવન સાથે વરસેલા વરસાદને લીધે પાયમાલ થયા છે.કુદરતી આફત સામે જગતનો તાત લાચાર બન્યો છે. મોટા ફોફડિયા ગામે તારીખ ૨૫ / ૯ ૨૦૨૪ નાં રોજ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અંદાજિત 20 વીંઘામાં ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલો કેળાનો પાક જમીનદોસ્ત થઈ જતાં જગત નો તાત મુશ્કેલીમાં મુકાયો છે.મોટા ફોફળીયા ગામના આશરે 9 થી 10 જેટલાં ખેડૂતો દ્વારા વીંઘા દીઠ 40 થી 50 હજાર નો ખર્ચ કરીને મહા મહેનતે તૈયાર કર્યો હતો. કેળાના પાકમાં 20 વીંઘામાં વાવેતર કરાયેલ તૈયાર પાક સદંતર ખલાસ થઈ ગયો હોય ખેડૂતો ને ભારે નુકશાન થયાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે.સરકાર શ્રી તરફથી સર્વે કરી ખેતીમાં થએલ નુકસાનીનું વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી ખેડૂતો ની માંગ છે.

Back to top button
error: Content is protected !!