ARAVALLIGUJARATMODASA

અરવલ્લી SOGની મોટી કાર્યવાહી : મોડાસા રૂરલ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર અને સુકો ગાંજો ઝડપાયો,16 કિલો થી વધુ ગાંજો સાથે 8 લાખથી વધુના મુદામાલ સાથે 1 આરોપી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી SOGની મોટી કાર્યવાહી : મોડાસા રૂરલ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર અને સુકો ગાંજો ઝડપાયો,16 કિલો થી વધુ ગાંજો સાથે 8 લાખથી વધુના મુદામાલ સાથે 1 આરોપી ઝડપાયો

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના માથાસુલિયા ગામની સીમમાં અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબ્જાના વાડામાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના ખેતીના કેસમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ, એચ.પી. ગરાસીયા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખા અરવલ્લી નાઓને ખાનગી રાહે મહત્વની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પો.સ.ઇ. એ.એચ. રાઠોડ અને એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેઇડ આયોજન કરાયું હતું.રેઇડ દરમ્યાન સરકારી પંચો, એફ.એસ.એલ. અધિકારી, વિડીયોગ્રાફર તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. સ્થળ પર તપાસ કરતા આરોપીના વાડામાં ગાંજાના લીલાશ પડતા પાંદડી તથા દાંડી સાથેના માદકવાસવાળા ગાંજાના છોડ નંગ-૦૩ મળી આવ્યા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરતા આ છોડ ગાંજાના હોવાનું નિશ્ચિત થયું હતું. ઉપરાંત, આરોપીના ઘરની છત પરથી મીણિયાની થેલીમાં રાખેલ સુકો ગાંજો પણ મળ્યો હતો.ઝડપાયેલા મુદ્દામાલમાં ગાંજાના છોડનું કુલ વજન ૧૫.૦૧૦ કિલોગ્રામ તથા સુકા ગાંજાનું વજન ૦૧.૯૪૦ કિલોગ્રામ મળી કુલ ૧૬.૯૫૦ કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે, જેની અંદાજિત કુલ કિંમત રૂ. ૮,૪૭,૫૦૦/- થવા જાય છે.આ બાબતે આરોપી રાંમાજી મણાજી પગી વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર કરવામાં આવ્યો છે. ગુ.ર.નં. ૯૧૨/૨૦૨૫ હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ, ૧૯૮૫ ની કલમ ૨૦(૨)(બી) તથા ૮(સી) મુજબ ગુનો નોંધવામાં આવી તેની અટકાયત કરવામાં આવી છે.

પકડાયેલ આરોપી:

રાંમાજી મણાજી પગી, ઉમર ૬૪ વર્ષ રહે. પગી ફળીયું, માથાસુલિયા, તા. મોડાસા, જી. અરવલ્લી

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણ ને લઇ ફફડાટ ફેલાયો છે

Back to top button
error: Content is protected !!