યુનેસ્કો દ્વારા દિવાળીને વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર વારસામાં સમાવેશ કરતા પાવાગઢ મંદિર ખાતે રંગોલી બનાવી દીપ પ્રજોલિત કરી ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૨.૨૦૨૫
દેશમાં પહેલી વખત લાલ કિલ્લા ખાતે યુનેસ્કોની મળેલી મહત્વપૂર્ણ બેઠક માં લેવામાં આવેલ મહત્વ પૂર્ણ નિર્ણયમાં ભારતીય સંસ્કૃતિ નું ગૌરવ સમાન દીપાવલી પર્વને યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની ની યાદીમાં સ્થાન મળતા સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે દેશવાસીઓ માં દિવાળી પર્વ જેવો ખુશી જોવા મળી રહી છે. ભારતના પ્રકાશના પર્વ દિવાળીને યુનેસ્કોએ વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર ગણાવ્યો છે. યુનોસ્કોએ દિવાળીના તહેવારને માનવ સભ્યતા દ્વારા પ્રકાશના પર્વની ઉજવણીનો ઉપાલભ ગણાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીને પોતાના અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે.યુનેસ્કોનો આ નિર્ણય ભારત માટે ગર્વ નો પળ છે દેશમાં પહેલી વખત યુનેસ્કોની બેઠક મળી છે અને આ પર્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ દિવાળી હવે યુનેસ્કો ના સાંસ્કૃતિક વારસાનો પણ હિસ્સો બની ચૂકી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેના પર આનંદ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.યુનેસ્કો દ્વારા દિવાળીને વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર વારસામાં સમાવેશ કરતા ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગરપર બિરાજમાન જગતજનની માં કાલિકા મંદિર ખાતે મંદિર પરિસરમાં રંગોલી બનાવી દીપ પ્રજોલિત કરી ઉજવણી કરવામાં આવી હતી.















