GUJARATMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવડની ઢવાણા શાળામાં પ્રજાસત્તાક દિન નિમિતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું

HALVAD- હળવડની ઢવાણા શાળામાં પ્રજાસત્તાક દિન નિમિતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું
26 મી જાન્યુઆરી 2025ના રોજ ઢવાણા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી દવજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી. કાર્યક્રમમાં ઢવાણા શાળામાં નવીન રમત ગમતના મેદાન માટે કંમ્પાઉન્ડ વોલ બનાવવા માટે દાન આપનાર દાતાશ્રી બાબુભાઈ લધરાભાઈ ગોદાવરીયાં તરફથી તેમની પત્ની સ્વ. લાભુબેન બાબુભાઈ ગોદાવરીયાના સ્મરણાર્થે શાળાના નવીન રમતગમતના મેદાનની ફરતે કંપાઉન્ડ વોલ બનાવી આપવામાં આવી. શાળામાં આપેલ આ અમુલ્ય દાન માટે શાળા પરિવાર, એસ.એમ.સી અને ગામના આગેવાનો દ્વારા દાતાશ્રીનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.






