અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં બનેલા કરોડો રૂપિયાના વિકાસપથ પર ભુવો પડ્યો,શરૂઆતથી જ રહ્યો હતો વિવાદમાં અંતે ભુવા રૂપી પાપ ફુઠ્યું : ઘટના CCTV માં કેદ
મેઘરજ શહેર માં વિકાસના કામોમાં હવે ભ્રષ્ટાચાર થતો હોય તેવું નજરે પડી રહ્યું છે અને હજુ તો એક વર્ષ જ પૂર્ણ થયું છે ત્યા મેઘરજમાં મુખ્ય માર્ગ પર કરોડો રૂપિયાના બજેટ થી બનાવવામાં આવેલ વિકાસપથ પર સાઈડોમાં પહેલા વરસાદે જ ભુવો પડતા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે તંત્ર અને કોન્ટ્રાકટર ની પોલ ખુલી છે.
આ વિકાસપથ શરૂઆત થી જ ચર્ચામાં હતો કેમ કે બજેટ તો મોટુ હતું પરંતુ જોઈએ તેવું કામ થયું ન હતું અને વધુમાં વિકાસપથના કામમાં કોન્ટ્રાકટર પાસે થી કેટલાય નામી અનામીએ પોતાના ખિસ્સાઓ પણ ભર્યા હશે પણ હવે કહેવું તો કોને કહેવું કહેવત છે કે “બિલાડીના ડોકમાં ઘંટડી કોણ બાંધે “જેવી સ્થિતિ છે હાલ કામોમાં ચાલતો ભ્રષ્ટાચાર અટકાવવો તો કઈ રીતે અટકાવવો જેવી સ્થિતિ જોવા મળી રહી છે
મેઘરજ નગરમાં ગેલીમાતા મંદિરથી જૂના બસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગની બંને બાજુએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સુવિધા પથ બનાવવામાં આવ્યો છે.શરૂઆતથી જ વિવાદમાં રહેલા આ સુવિધા પથમાં આજે પહેલાં જ વરસાદમાં મોટો ભુવો પડ્યો છે.આ સુવિધા પથ ઠેર ઠેર તૂટી જવા પામ્યા છે.વેપારીઓએ પોતાની દુકાનો આગળ કોઈ રાહદારી કે ગ્રાહક ભોગ ના બને તે માટે બેરીકેટ મુક્યાં છે.આ સુવિધા પથમાં એક નાનો ભુવો પડ્યો હતો.તેમાં એક ગાય ત્યાંથી પસાર થતાં આ પથ વધુ તૂટ્યો હતો અને ગાય સીધી ખાડામાં ખાબકી હતી.આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.ત્યારે આ સુવિધા પથ રીપેર થાય એ જરૂરી છે.