ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : વોકેશનલ વિષય શિક્ષક ભરતીમાં ગેરરીતિ..? : એકજ શાળામાં બે વ્યક્તિ ને એકજ વિષયના અલગ અલગ ઓડર..! ઉમેદવારો પાસેથી રૂપિયા લેનાર વિરપ્પન કોણ..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : વોકેશનલ વિષય શિક્ષક ભરતીમાં ગેરરીતિ..? : એકજ શાળામાં બે વ્યક્તિ ને એકજ વિષયના અલગ અલગ ઓડર..! ઉમેદવારો પાસેથી રૂપિયા લેનાર વિરપ્પન કોણ..?

 

હાલ અરવલ્લી જિલ્લામાં વોકેશનલ વિષય શિક્ષક ની ભરતી ને લઇ અવનવી ચર્ચાઓ ચાલી રહી છે કેટલેક અંશે જે ઉમેદવારો તેમજ NCVT સર્ટી સહીત અનુભવ ધરાવતા જે લોકો સાથે અન્યાય થયો છે જેને લઇ આ બાબતે આગામી સમયે મસ મોટુ કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ અરવલ્લી જિલ્લા શિક્ષણ કચેરી ખાતે ફરજ બજાવતા એક હોદેદારે વોકેશનલ વિષય શિક્ષક ની ભરતી બાબતે ઉમેદવારો પાસે રૂપિયા લીધા હોવાની પણ માહિતી અને ચર્ચાઓ જામી છે ત્યારે શિક્ષણ નગરી તરીકે ગણાતા અરવલ્લી જિલ્લામાં હવે કંઈક નવું બહાર આવે તેવું લાગી રહ્યું છે

 

વોકેશનલ વિષય શિક્ષક ની ભરતીમાં પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામા એક તાલુકામાં શાળામાં એકજ વિષય શિક્ષક તરીકે ના બે ઉમેદવારો ને એકવિષયના અલગ અલગ ઓડર આપવામાં આવ્યા છે આ બાબતે વધુમાં એ પણ માહિતી સામે આવી છે કે જે ઉમેદવાર ને પહેલા ઓડૅર કરવામાં આવ્યો છે તેને હાજર કર્યો નથી અને જે ઉમેદવાર ને પાછળ થી ઓડૅર કરાયો છે તેને હાજર કરવામાં આવ્યો છે તો આવું કેમ…? સરગતો સવાલ છે

 

બીજી તરફ એ પણ આક્ષેપો થઇ રહ્યાં છે કે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જે તે એંજન્સી મારફ્તે ઓર્ડર મળેલ છે તે લોકોને જિલ્લા શિક્ષણ કચેરીમાંથી હાજર નથી કરતા અને જિલ્લા શિક્ષણ કચેરી ખાતે ફરજ બજાવતા લોકો એમના લાગતા વળગતા લોકોની યાદી એજન્સીને મોકલી ને એજન્સીને એવું કે છે અમે જે યાદી મોકલી છે એમના ઓડૅર કઢાવે છે ને જે ને લઇ જે લોકો ને ઓર્ડર મળ્યો છે એમને એવું કે છે કે કંપની તરફ થી ઇમેલ આવ્યો નથી તેવી રીતે ભરતી બાબતે ચોક્કસ લાલિયાવાડી ચલાવે છે તેવી માહિતી હાલ સામે આવી છે બીજી તરફ

એકજ ઘરના 2 ઉમેદવાર ને મન ભરી ને પૈસા લઇ ને ઓર્ડર આપ્યા હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે આ બાબતે અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાની શાળાના જે તે ઉમેદવારના ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન કરવામાં આવે તો મસ મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે…

Back to top button
error: Content is protected !!