GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન પૂરું પાડવા એકેડેમિક રિસોર્સ પર્સનની જોગવાઈ કરવામાં આવેલ છે .જે અંતર્ગત માસમાં બે વાર ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતર માટે સમૂહમાં તેમજ વન ટુ વન કેરિયર કાઉન્સેલિંગ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે કાલોલ તાલુકા માટે નિમાયેલ કેરિયર કાઉન્સિલર જાસ્મિનબેન સૈયદ દ્વારા આજરોજ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નિયમિત સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રમાણે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.