
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : સાતરડા થી બાપુનગર (માલપુર) નો રોડ જેની હાલત દયનિય, રજુઆત કરવા છતાં તંત્ર મૌન..?
એક વર્ષ પહેલાં રજુઆત કરી હતી તો પણ હાલત એવી ને એવી એવી એક તરફ ગુજરાત મોડલ ની વાતો થાય ને ગુજરાત ની જનતા એક મોડલ બની ને જોઈ રહે કેમ કે વિકાસ ના નામે ફક્ત વાતો જ કરવામાં આવી છે જે સાથે આજે ફરી એક વાર જાગૃત નાગરિકે રસ્તાની દયનીય હાલતને લઇ રોષ ઠાલવી વિડિઓ વાયરલ કર્યો છે
માલપુર તાલુકાના સાતરડા થી બાપુનગર (માલપુર) નો રોડ જેની હાલત કઈક આવી છે ૨૬-૩૦ વર્ષો થી આ રસ્તો આવી જ બિસ્માર હાલત મા પડી રહ્યો છે ઘણી રજૂઆત કરવા છતાં તંત્ર કે કોઈ અધિકારી ધ્યાને લેતા નથી આ રસ્તા પર આવતા રાહદારી પશુપાલકો ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ ને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો તંત્ર ને વિનંતી કે અમારી રજૂઆત સંભાળે અને બને તેટલું આ રસ્તાને બનાવે જેથી કોઈ મોટી આપત્તિ આવતા પહેલા ટળી જાય R&B ડિપાર્ટમેન્ટ તથા સિંચાઈ વિભાગ અને આ સંદર્ભે આવતા તમામ મહાનુભાવો ધારાસભ્ય ઓ ને રજુઆત કરી છતાંય એમના પેટ નું પાણી પણ હલતું નથી તે સાથે જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કરી ફરી એક વિકાસને નામે રોષ ઠાલવ્યો હતો.




