GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરતા મહાનુભાવો

તા.૨૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા રાજકોટ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવા હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
જ્યાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, અગ્રણીશ્રી માધવ દવે, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કલેકટર શ્રી ઓમ પ્રકાશ, રેન્જ આઈ.જી. શ્રી અશોક કુમાર યાદવ, પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.









