
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : શ્રી એન પી પટેલ હાઇસ્કુલ માધ્યમિક વિભાગ અને શ્રી બી જે પંચાલ ઉચ્ચ માધ્યમિક વિભાગ નાનાવાડા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
શ્રી નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળ નાનાવાડા સંચાલિત શ્રી એન પી પટેલ હાઇસ્કુલ માધ્યમિક વિભાગ અને શ્રી બી જે પંચાલ ઉચ્ચ માધ્યમિક વિભાગ નાનાવાડામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સન્માન કાર્યક્રમ કેળવણી મંડળના પ્રમુખ ડી જે પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ કેળવણી મંડળના સદસ્યો તેમજ આજુબાજુ હાઈસ્કૂલના આચાર્યઓ સી આર સી કિંજલબેન પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાંથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને વડીલો અને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરી શાળા પરિવાર ગામ અને વિસ્તારનું નામ રોશન કરવા માટે ઉપદેશ આપવામાં આવ્યો શાળાના પૂર્વ વિદ્યાર્થી જયેશભાઈ પટેલ ટીસ્કી હાઈસ્કૂલના આચાર્ય તથા નરેશભાઈ તરાર દ્વારા શાળાની રીતરસમ વર્ષો જૂની પરંપરાને યાદ કરી જુના સ્મરણો તાજા કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેઘનાબેન મોદી અને આભાર વિધિ કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યએ ઉપસ્થિત સૌ કાર્યક્રમ સફળ બનાવવા બદલ શાળા પરિવાર અને વાલીઓ અને મહેમાનોને શુભેચ્છાઓ સાથે અભિનંદન ની વર્ષા કરી હતી તેમજ સમૂહ ભોજન સાથે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરાહનીય રહ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો




