સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનગઢ સર્વોદય સોસાયટી ખાતે રહેણાંક મકાનમાંથી ધમધમતું જુગારધામ ઝડપી 21 ઈસમો ઝડપાયા
રોકડા રૂ.4,87,000 તથા મોબાઇલ નંગ 22 રૂ.1,32,000 તથા સીએનજી રીક્ષા રૂ.50,000 એમ કુલ મળીને રૂ.6,69,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડા રૂ.4,87,000 તથા મોબાઇલ નંગ 22 રૂ.1,32,000 તથા સીએનજી રીક્ષા રૂ.50,000 એમ કુલ મળીને રૂ.6,69,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠણ તથા પેરોલ ફલો સ્કોડના પીએસઆઇ આર.એચ.ઝાલા નાઓએ એલસીબી તથા એસઓજી તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે એલસીબી તથા એસઓજી તથા પેરોલ ફર્લો સ્કોડ ટીમના મુનાભાઈ રાઠોડ, મેહુલભાઈ મકવાણા, સાહીલભાઈ સેલત, યુવરાજસિંહ સોલંકી, નીતીનભાઇ ગોહિલ સહિત સમગ્ર ટીમ દ્રારા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન એલસીબી ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે થાનગઢ વરીયા ટાઇલ્સના કારખાના સામે સર્વોદય સોસાયટી ખાતે અશોકસિંહ ભગુભા ઝાલાના કબજા ભોગવટાના ભાડાના રહેણાક મકાને જુગાર અંગે રેઇડ કરી ગંજી પતા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા વીસ ઇસમો જેમાં અનિરુધ્ધસિંહ જીવુભા રાણા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, ભગવાનભાઇ લવજીભાઇ મકવાણા રહે, ગામ જેગડવા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર, રાજુભાઇ નાનજીભાઇ કામલપરા રહે, ગામ જેગડવા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર, ઘનશ્યામભાઇ ઉર્ફે હરખાભાઇ માધુભાઇ લરખડીયા રહે, ગામ જેગડવા ધ્રાંગધ્રા, દિનેશભાઇ રમણીકભાઇ ઝીંઝુવાડીયા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, દેવીનસિંહ જગદીશસિંહ વાઘેલા રહે, ગામ જેગડવા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર, ધીરજભાઇ હકાભાઇ ઝીંઝુવાડીય રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, રામસંગભાઇ સુરસંગભાઇ દાદરેસા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, નિરવસિંહ મહાવીરસિંહ ઝાલા રહે, કડુ લખતર સુરેન્દ્રનગર, ગંભીરસિંહ દાજીભા જાડેજા રહે, ગામ વીછીયા રામજીભાઇના મકાનમાં ભાડેથી, સુરૂભા ઘેલુભા ઝાલા રહે, કડુ લખતર સુરેન્દ્રનગર, દિવ્યરાજસિંહ રણજીતસિંહ રાણા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, ગજેન્દ્રસિંહ દીલુભા ઝાલા રહે, કડુ લખતર સુરેન્દ્રનગર, ઇન્દ્રજીતસિંહ ભગવતસિંહ ઝાલા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, લગધીરસિંહ વિક્રમસિંહ ઝાલા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, અજીતસિંહ અનિરુધ્ધસિંહ ઝાલા રહે, થાનગઢ ખોડીયાર સોસાયટી થાનગઢ સુરેન્દ્રનગર, નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર, પરાક્રમસિંહ સામતસિંહ ઝાલા રહે, કડુ લખતર સુરેન્દ્રનગર, સુરુભા જામભા રાણા રહે, સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ કમલા પાર્ક સુરેન્દ્રનગર, ધર્મેન્દ્રસિંહ જદુવીરસિંહ ઝાલા રહે, તરમણીયા લખતર સુરેન્દ્રનગર તથા જુગારમાં પકડવાના બાકી ઈસમો જેમાં અશોકસિંહ ભગુભા ઝાલા રહે, થાનગઢ સર્વોદય સોસાયટી થાનગઢ સુરેન્દ્રનગર વાળાઓ પાસેથી રોકડા રૂ.૪,૮૭,૦૦૦ તથા મોબાઇલ ફોન નં ૨૨ કી.રૂ.૧,૩૨,૦૦૦ તથા સી.એન.જી રીક્ષા ૧ કી.રૂ.૫૦,૦૦૦ એમ કુલ કી.રૂ.૬,૬૯,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર તમામ આરોપીઓ વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.




