GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

 

WAKANER:વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

 

 

તા. ૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા વાંકાનેરની કૉલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેમિનાર વાંકાનેર તાલુકાની શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ અને શ્રીમતી ઈન્દુમતિબેન મહેતા મહિલા કોમર્સ કૉલેજ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં મોરબીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિ સાહેબ ઉપરાંત વાંકાનેર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એ.કોંઢીયા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.જી.વોરા સાહેબ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી બિપિનભાઈ સોલંકી સાહેબ, બી.આર.સી.કૉ.ઑ. શ્રી મયૂરરાજસિંહ પરમાર સાહેબ, સી.આર.સી.કૉ.ઑ. રફીકભાઈ માથકિયા સાહેબ, શ્રી અમરસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી એમ.જી.સોલંકી સાહેબ, શ્રીમતી ઈન્દુમતિબેન મહેતા મહિલા કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ શીતલબેન શાહ, ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!