GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ધરતી ટાઉનશીપ ખાતે ધારાસભ્ય એ અષાઢી બીજ નિમિત્તે વૃક્ષા રોપણ કર્યું

વિજાપુર ધરતી ટાઉનશીપ ખાતે ધારાસભ્ય એ અષાઢી બીજ નિમિત્તે વૃક્ષા રોપણ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ધરતી ટાઉન શીપ ખાતે ધારાસભ્ય સીજે ચાવડા એ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગ માં ગોવિંદપુરા જૂથ પંચાયત ના સરપંચ માધુ ભાઈ પટેલ તેમજ કાર્યકરો અને ધરતી ટાઉનશિપ ના રહીશો ઉપસ્થિત રહી ટાઉનશીપ માં આવેલ ખુલ્લી જગ્યામાં અને બગીચામાં ધારાસભ્ય ડો સી જે ચાવડા.ની ઉપસ્થિતમાં કુલ 40 લીમડા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ .છોડ માં રણછોડ ની ભાવના સાથે અષાઢી બીજ ના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ ધરતી ટાઉનશિપ ના ઉપપ્રમુખ જયેશ પટેલ મંત્રી .ધર્મેશભાઈ ઠાકર તેમજ કારોબારી સભ્યો એ ધારાસભ્ય સીજે ચાવડા નું સ્વાગત કર્યું હતુ. વૃક્ષા રોપણ કરતા ધારાસભ્ય એ જણાવ્યું હતુંકે ઓકિસજન નું પ્રમાણ જળવાઈ રહે તેમજ ગ્લોબલ વોર્મિંગ થી બચી શકાય તેમજ પ્રદૂષણમુક્ત વાતાવરણ થાય તે હેતુ થી એક રાષ્ટ્રીય ભાવના સાથે નારાયણ ઉપનિષદ નું પારાયણ કરી ને વૃક્ષ દેવને પાર્થના કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગ માં સોસાયટી ના રહીશો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!