DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા સીટી પોલીસના પોલીસ કર્મચારી રૂપિયા 30 હજારની લાંચ લેતા ACB ના રંગે હાથે ઝડપાયા

તા.29/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા માંગીલાલ પઢિયાર શહેરનાં આંબેડકર સર્કલ નજીક ACB એ છટકુ ગોઠવી 30,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો જેમાં અરજદાર પાસે જુના ચાલતા કેસમાં મદદ કરી હોઇ અને હાલ કોર્ટમાં કેસ ચાલતો હોઇ 30 હજારની લાંચ ફરિયાદી પાસે માંગવામાં આવી હતી જેને લઈને ફરિયાદી દ્વારા મોરબી એસીબીનો સંપર્ક કરી ધાંગધ્રા આંબેડકર સર્કલ નજીક છટકું ગોઠવીને પોલીસ કર્મચારીને રંગે હાથે ઝડપવામાં આવ્યો હતો એસીબી ટીમ દ્વારા પોલીસ કર્મચારીને વધુ તપાસ અંગે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!