GUJARATMODASA

અરવલ્લી: આધાર કાર્ડ કે,આધાર કાર્ડ અપડેટ ન હોય એવા અનેક સગર્ભાઓ,ધાત્રી માતાઓ અને બાળકો સરકારની વિવિધ યોજનાઓથી વંચિત.!! 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: આધાર કાર્ડ કે,આધાર કાર્ડ અપડેટ ન હોય એવા અનેક સગર્ભાઓ,ધાત્રી માતાઓ અને બાળકો સરકારની વિવિધ યોજનાઓથી વંચિત!!

અરવલ્લી જિલ્લાના 12 ઘટકો દીઠ ICDS વિભાગના આધાર કેન્દ્રો હોવા છતાં છેલ્લા બે વર્ષથી મોટા ભાગની આંગણવાડી કેદ્રોમાં આધાર કીટ લઈ ઓપરેટરો પહોંચ્યાં જ નથી !!

ગુજરાતમાં કુપોષણ દૂર કરવા રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.જે અંતર્ગત સંપૂર્ણ પોષ્ટિક આહાર ને પેકિંગ સ્વરૂપે સગર્ભા,ધાત્રી માતાઓ તેમજ બાળકોના ઘરે પહોંચાડવા માટે તંત્રએ વિશિષ્ટ પ્રયાસ હાથ ધરવાના હોય છે.જોકે આ મામલે થોડા મહિના પહેલા મહા કોમ્ભાંડ નો જીવતો જાગતું ઉદાહરણ સાબરકાંઠા જિલ્લામાં સામે આવ્યું હતું.સાબરકાંઠામાંથી બાળભોગનું કૌભાંડ ઝડપાયું હતું,બાળભોગ પશુઆહારમાં મિક્સ કરાતું હતું.ધાત્રીમાતા, બાળકોને આપતો બાળભોગનો જથ્થો પણ ઝડપાયો હતો.આ બાબતની તપાસનો ધમધમાટ થયો હતો.વિના મૂલ્યે અપાતો આહાર 20 રૂપિયામાં બારોબાર વેચી દેવાના કૌભાંડ સામે આવ્યું હતુ.

અરવલ્લી જિલ્લામાં પણ સરકારની વિવિધ યોજનાઓ નો મોટા ભાગના લાભાર્થીઓ ને લાભ મળતો ન હોવાની રાવ ઉઠી છે.છેલ્લા બે વર્ષથી આંગણવાડી કેદ્રોમાં નોંધાયેલા અનેક લાભાર્થીઓના આધાર કાર્ડ કે આધાર અપડેટ ન હોવાના કારણે સગર્ભા,ધાત્રી માતાઓ અને બાળકો બાલભોગ,મુખ્ય મંત્રી માતૃ શક્તિ યોજના સહિતની વિવિધ યોજનાઓ થી લાભાર્થીઓ વંચિત રહી જતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.પ્રથમ વખત ગર્ભધારણ કરનાર સગર્ભા માતાને આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે.આમ તો સગર્ભા માતાએ આ યોજનામાં નોંધણી કરાવવાની હોય છે. નોંધણી થયા બાદ 1000 દિવસ સુધી સગર્ભા માતાઓને રાશનનો લાભ આપવામાં આવે છે. આ યોજના લોન્ચ કરવા પાછળનો સરકારનો મુખ્ય હેતુ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ને ઘટાડવાનો છે.

અરવલ્લી જિલ્લા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેને એક માસ પૂર્વે જિલ્લાની અમૂક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરી કાર્યકરો અને લાભાર્થીઓ ને મળી સરકારની વિવિધ યોજનાઓ થકી લાભર્થીઓને મળતા લાભો વિશે પૂછતાં ગંભીર બાબતો સામે આવી હતી.બાળકોને મેનુ મુજબનો નાસ્તો,લાભાર્થી બહેનોને પોષણ પૂર્ણ આહાર અપાતો ન હોવાની,આંગણવાડીના ખરીદી દરેક બીલ દીઠ 50 ટકા જે તે સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ દ્વારા ઉઘરાણા તેમજ આંગણવાડી દીઠ એક હજાર રૂપિયાનું પણ ઉઘરાણું કરવામાં આવતું હોવાનું જણાવા મળતા,અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના અધિકારીને પત્ર લખ્યો હતો.

વિગત એવી પણ સામે આવી છે કે આંતરરાજ્ય ની મહિલા ઓ હોય જેમને અરવલ્લી જિલ્લામાં લગ્ન કર્યા હોય એવા સગર્ભા અને ધાત્રી માતાઓ પાસે આધારકાર્ડ ન હોવાના કારણે યોજનાઓના લાભ થી વંચિત રહી જતા હોય છે.બાળકો ને પણ આધાર કાર્ડ ન હોય તો તેમના માતા-પિતાના આધારનો ઉપયોગ કરી બાળકોને યોજનાનો લાભ અપાય છે.આ બાબતે જાગૃત આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ અધિકારીએ આધાર કીટ સાથે ઓપરેટરો ને કેન્દ્રો ખાતે મોકલવા જાણ પણ કરતા હોય છે પરંતુ ક્યાં ઘ્યાને લેવાય છે..!!

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે ગંભીરતા દાખવી સરકારની જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ લાભાર્થીઓ ના આધાર કાર્ડ વિના ન રહી જાય અને વિવિધ યોજનાનો લાભાર્થીઓ ને સંપૂર્ણ લાભ મળે તે માટે સંબધિત અધિકારીઓ ને સૂચન કરે તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!