જમ્મુ કાશ્મીર પહેલગામ ના આંતકી હુમલા ના વિરોધ મા વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડ સહિતના બજારો એ સ્વયંભૂ બંધ પાળ્યું
જમ્મુ કાશ્મીર પહેલગામ ના આંતકી હુમલા ના વિરોધ મા વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડ સહિતના બજારો એ સ્વયંભૂ બંધ પાળ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જમ્મુ કાશ્મીર પહેલગામ મા ફરવા ગયેલા નિર્દોષ યાત્રીકો ઉપર થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડ સહિત ના બજાર ના તમામ વર્ગ ના વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી ૨૭ નિર્દોષ મૃતકો ને શ્રદ્ધાંજલી આપી હતી. વેપારીઓ એ આંતકવાદ સામે રોષ વ્યક્ત કરતા આંતકવાદી ઓ ને સખ્ત સજા કરવા ની માંગ કરી હતી. જેને લઇ શહેરના ચક્કર બજાર ખત્રીકૂવા બજાર ટીબી વિસ્તાર મેઈન બજાર શાક માર્કેટ બજાર સોની બજાર રેડીમેડ બજાર હાઇવે ઉપર આવેલ કોમ્પલેક્ષ સહિત તમામ બજારો બંધ રહ્યા હતા.હુમલા ખોરો ને સખ્ત સજા કરવા ની માંગ કરી હતી વેપારીઓ એ જણાવ્યું હતુ કે જમ્મુ કાશ્મીર પહેલગામ ના હુમલો દેશની આત્મા ઉપર હુમલો ગણાવ્યો હતો. આવી આંતકી ક્રૂર ઘટના દેશના દરેક લોકો ના હર્દય ઉપર ઠેસ પહોંચી છે. આવા હુમલા ના થાય તે માટે આંતકવાદીઓ ના તમામ કેમ્પો ઉડાવી દેવાની આંતકવાદ નો ખાત્મો બોલાવી દેવા ની માંગ સાથે બનાવને સખ્ત શબ્દોમાં વેપારીઓ વખોડી કાઢયો હતો.




