GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સનફાર્મા દ્વારા નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર અને વોટર ATM નું લોકાર્પણ ધારાસભ્ય જયદ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૧૨.૨૦૨૪

સનફાર્મા હાલોલ દ્વારા અભેટવા ગામ ખાતે આજે સોમવારના રોજ નવીન આગણવાડી કેન્દ્ર તેમજ હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે વોટર એટીએમનું ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.સનફાર્મા હાલોલ દ્વારા અભેટવા ગામના નાના ભૂલકાઓને યોગ્ય શિક્ષણ અને વાતાવરણ મળી રહે તે હેતુથી નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવ્યું હતું તથા અભેટવા અને હાલોલ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી નજીવા દરે મળી રહે તે હેતુથી વોટર એટીએમ નું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણનો કાર્યક્રમ આજે સોમવારના રોજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં સનફાર્મા હાલોલના પ્રતિકભાઇ પંડ્યા,સીએસઆર વિભાગ તેમજ અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!