
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – પત્રકારોની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મારુતિનંદન – 1 ઇલેવનની ફાઇનલ મેચમાં ભવ્ય જીત, વિજેતા ટીમને રોકડ રકમ તેમજ ટ્રોફી આપવામાં આવી
મોડાસા-માલપુર રોડ પર આવેલા જીનીયસ ગ્રાઉન્ડ ખાતે અરવલ્લી જિલ્લા પત્રકારો દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં પત્રકારોની કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી બે ટીમોએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.ફાઇનલ મેચમાં મારુતિનંદન-1 ઇલેવન અને વીર નંદન ઇલેવન વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. પ્રથમ બેટિંગ કરતા મારુતિનંદન-1 ઇલેવનએ 12 ઓવરમાં 127 રનનો સારો સ્કોર ઉભો કર્યો હતો.જવાબમાં વીર નંદન ઇલેવનને જીતવા માટે 128 રનનું લક્ષ્યાંક મળ્યું હતું, પરંતુ 12 ઓવરમાં 109 રન જ બનાવી શકતા આખરે મારુતિનંદન-1 ઇલેવનએ 19 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પત્રકારો દ્વારા કરવામાં આવતા સૌએ તેને આવકાર્યું હતું.આ આયોજન માટે દાતાઓ દ્વારા આપવામાં આવેલ સહકાર બદલ પત્રકાર ક્રિકેટરો દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે દાતા દ્વારા ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.આમ ખેલદિલીની ભાવનાથી યોજાયેલ આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે એમ્પાયર, પત્રકાર મિત્રો અને દાતાઓનો અરવલ્લી જિલ્લા પત્રકારો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





