AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ્’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. ૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે ડાંગ જિલ્લાની કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાના અઘ્યક્ષ સ્થાને પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલ, નિવાસી અધિક કલેક્ટર ડો.વિ.કે.જોષીના ઉપસ્થિતિમાં સંકલનના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમ્ નું સમૂહગાન કરવામાં આવ્યું હતું. તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત શાખાના સૌ અધિકારીઓ તથા કર્મચારીઓ, તેમજ પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લાની અન્ય સરકારી કચેરીઓ, ઉપરાંત જિલ્લાની શાળા કોલેજોમાં પણ રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના સમૂહગાન કરવામાં આવ્યું હતું. અહિં ઉપસ્થિત સૌએ આ તકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ ગ્રહણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રગીત વંદે માતરમ્ ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!