સાંતલપુર તાલુકાના માનપુરા ગામે માતાજીનો હવન અને રમેલ યોજાઈ.
સાંતલપુર તાલુકાના માનપુરા ગામે માતાજીનો હવન અને રમેલ યોજાઈ.

સાંતલપુર તાલુકાના માનપુરા ગામે માતાજીનો હવન અને રમેલ યોજાઈ.
ચૈત્ર મહિનો એટલે આધ્યશક્તિ જગદંબાની ઉપાસનાનો મહિનો. આ મહિનામાં ઠેર ઠેર માતાજીની ઉપાસના સંદર્ભે હવન તેમજ જાતર (રમેલ)નું આયોજન થતું જોવા મળે છે.ત્યારે વારાહીની બાજુમાં આવેલ માનપુરા ગામે પીંપળીયા શાખના પ્રજાપતિ સમાજમા “શંકરનાં છોરૂ” તરીકે ઓળખાતા પ્રજાપતિઓમાં સુપ્રસિદ્ધ સ્ટેજ સંચાલક તેમજ રાધનપુર કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ.સુરેશ ઓઝાના રાહબર હેઠળ એમના પરિવાર દ્વારા દર વર્ષેની જેમ ચાલુવર્ષે ચૈત્રસુદ-૧૦ ને સોમવાર ના રોજ માતાજીનો ઉત્સવ રંગે ચંગે ઉજવ્યો હતો.સવારે કુળદેવીશ્રી અંબાજી માતાનો હવન અને રાત્રે જાતર ( રમેલ )નું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત શંકરનાં છોરૂમાં પરસોત્તમભાઈ, ગોવિંદભાઈ, કાંતિભાઈ, દિનેશભાઈ, ભેમાભાઈ સહિત દરેક ભાઈઓએ સાથે મળી યજ્ઞના આચાર્ય કમલેશ મહારાજ (ડીધારી)ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચાર સાથે યજ્ઞ પ્રસંગ ઉજવ્યો હતો.એકલવાથી સમસ્ત પીપળીયા પરિવારના રત્નાભાઈ, જગમાલભાઈ સહિત સમાજના આગેવાનો, મિત્રો,શ્રી આઠ પરગણા ગુર્જર વઢિયાર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ ઉત્તર ઝોનના પ્રમુખ ડી.ડી.પ્રજાપતિ,રાધનપુર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ,પ્રહલાદભાઈ પ્રજાપતિ,દિનેશકુમાર પ્રજાપતિ પેઈન્ટર ગાંધીધામ સહિત આગેવાનો, સ્નેહીજનો તેમજ કુંવાસીઓ સહિત દરેકે સાથે મળી આ ભવ્ય પ્રસંગની ઉજવણી કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




