સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર:ભરૂચનું માતરિયા તળાવ વેકેશનમાં પિકનિક સ્પોટ બન્યું, રોજના 3 હજારથી વધુની હાજરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શકિતનાથ શ્રવણ ચોકડી માર્ગની મધ્યમાં આવેલ માતરિયા તળાવ વેકેશનમાં સહેલાણીઓ થી ઉભરાઈ રહ્યું છે.વિશાળ તળાવની ફરતે વોર્ક ટેક, લાઈટીગ, ફૂવારા, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ ઉપરાંત બાળકો માટે સ્પેશ્યલ કિડાંગણ થી બગીચાની રોનક માં ચાર ચાંદ લાગી રહ્યોં છે.વેકશન થી માતરિયા તળાવમાં ફેસ્ટિવલ જેવું રંગબેરંગી વાતાવરણ જોવા મળી રહ્યો છે,
હાલ દરરોજ ના ત્રણ હજારથી વધુ સહેલાણીઓ બગીચામાં ફરવા માટે આવી રહ્યા છે.ભરૂચ શહેર ઉપરાંત બહાર ગામથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે.તળાવની ફરતે 1.5 કિ.મી નો વોક ટેક ઉપરાંત તળાવ પાસે લોખંડની રેલીંગ થી ચો તરફ બનાવેલી ગેલરી સેલ્ફી ઝોન તરીકે સહેલાણીઓને આકર્ષી રહ્યું છે.
દરોજ ના 3 હજાર થી વધુ સહેલાણીઓ વેકેશનમાં માતરિયા તળાવની મુલાકાત લઈ રહ્યા છે.બાળકોને મન મોહી લેઈ એવું કિડાગણ થી ગાર્ડન સહેલાણીઓ થી ઉભરાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાનું એક માત્ર વિશાળ ગાર્ડન સવારે 7 થી 10 અને સાંજે 5 થી 10 દરમિયાન સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે.વહીવટી તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ માતરિયા તળાવ ગાર્ડનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.બૌડાએ થોડા સમય પહેલાજ સાત કરોડથી વધુના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉભી કરી છે.