NILESH DARJIOctober 5, 2024Last Updated: October 5, 2024
39 1 minute read
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં સંકુલ ચાર શહેરા ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગીતાબા કિશનસિંહ હાઇસ્કુલ ધારાપુર ખાતે સંચાલક મંડળ ગુજરાતના મહામંત્રી પી ડી સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયુ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માંથી અંકિત ભાઇ પટેલ સરકારી શાળામાં આચાર્ય પ્રવીણભાઈ મકવાણા.તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્ર ઠાકર . આચાર્ય સંધ મધ્ય જોન ના સંગઠન મંત્રી અરવિંદભાઈ પટેલ વહિવટી સંધ ના પ્રમુખ જયેશભાઇ પુરોહિત સંકુલ 4 ના સંયોજક અમિષભાઇ દવે. વિજ્ઞાન મંડળ સલાહકાર શ્રી જયદીપ સિંહ પુરવાર ચેતનભાઇ પટેલ તથા શહેરા તાલુકાના તમામ આચાર્યશ્રીઓ વિજ્ઞાન મંડળના હોદ્દેદાર શ્રીઓ તથા વિજ્ઞાનના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
વિજ્ઞાન મેળાની શરૂઆત શ્રી પી ડી સોલંકી સાહેબ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી તેમજ ધારાપુર શાળામાં આચાર્યશ્રી યોગેન્દ્ર સિંહ સોલંકી દ્વારા પધારેલ મહેમાનો નું સાલ બુકે અર્પણ કરી અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સમારંભ ના અધ્યક્ષ શ્રી દ્વારા બાળકો માં વિજ્ઞાન વિષય માં રુચિ કેળવાય તથા વધારે માં વધારે વિજ્ઞાન પ્રદર્શન માં નવી નવી કૃતિઓ દ્વારા ભાગ લે તેવી શિક્ષકોને અપીલ કરવામાં આવી હતી