GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરના અલિયાબાડામાં માતૃભાષા મહોત્સવ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.

23 ફેબ્રુઆરી 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર ના અલિયાબાડામાં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય માતૃભાષા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને દરબાર ગોપાળદાસ શિક્ષણ મહા વિદ્યાલય,અલિયાબાડાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત કવિ સંમેલન “કાવ્ય ધારા” કાર્યક્રમ યોજાયો હતો..

કવિ શૈલેષભાઈ પંડ્યાએ શિક્ષક અને કૃષ્ણ રાધાના કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. કવિ કિરીટભાઈ ગોસ્વામી એ ગઝલ,બાળગીત અને જીવનના અનુભવમાંથી સ્વરચિત કાવ્યના સર્જન દ્વારા સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો. કવિ મુકેશભાઈ દવે દ્વારા પ્રાકૃતિક કાવ્ય અને યુવા કાવ્યો ની રચનાઓ રજૂ કરીને સાહિત્ય સર્જનનો અનુભવ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ પિયુષભાઈ પંડ્યાએ સ્વરચિત માતૃભાષાના કાવ્યની પ્રસ્તુતિ દ્વારા રસપ્રદ શૈલીમાં કર્યું હતું. પ્રાસંગિક ઉદ્ બોધન આચાર્ય ડૉ. રૂપલબેન માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું.કવિઓનો પરિચય અને શાબ્દિક સ્વાગત અધ્યાપક ડૉ.આશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.તાલીમાર્થી ઠાકર કિશોર અને પરમાર ભાવેશ દ્વારા સ્વરચિત કાવ્યનું પઠન કરવામાં આવ્યું હતું.આભારદર્શન દ્વિતીય વર્ષના પ્રશિક્ષણાર્થી દતાણી ધારા દ્વારા કરવામાં આવ્યું હતું. માતૃભાષા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યામંડળના ટ્રસ્ટી આશર સાહેબ, મહાવિદ્યાલયના અધ્યાપકો ,તાલીમાર્થી,વિદ્યાતીર્થ ઉચ્ચતર માધ્યમિક શાળા, અલિયાબાડાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ મળ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!