લાખણી તાલુકાના વાસણા વા પ્રાથમિક શાળા મા માતૃવંદના કાર્યક્રમ યોજાયો

નારણ ગોહિલ લાખણી
વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા વાતમ ગામ મા ખાસ મહિલા સશક્તિકરણના પાયા માં રહેલ મુખ્ય ભૂમિકા ભાગ ભજવતા એટલે “માં” શબ્દ સાકાર કરવા સી.આર.સી વિહાજી રાજપૂત,રમેશભાઈ તથા શાળાની બહેનો મધુબેન,કિંજલબેન,ભારતીબેન,નીતાબેન,સહયોગથી સમગ્ર સ્ટાફ નવીન પહેલમાં વાલી તરીકે ખાસ મહિલાઓને શાળામાં આવા આગમન કરેલ જેમાં તમામ માતૃશ્રીઓ આવેલ જેમાં સૌપ્રથમ બાળકો ધ્વારા તેમનું કંકુ તિલક,પૂજન,પ્રાર્થના તથા આરતી કરીને આ કાર્યક્રમ શુભ શરૂઆત કરી જેમાં સમીરભાઈ,હિમાંશુભાઈ,દશરથસિંહ,કિરણસિંહ,હિતેશભાઈ તથા સમગ્ર કાર્યક્રમની દોર પ્રગ્નેશભાઈ સંભાર્યા બાદ શાળાના આચર્ય વિજયસિંહ વિહોલ આજે મહિલાઓ શાળાના પ્રાંગણ પધારીને જાણે શક્તિઓ આશીર્વાદ આપવા આવી હોય તે સ્વરૂપમાં પોતે નતમસ્તકે વંદન કરીને તેઓએ દરેક માતાઓ,બાળકો,સ્ટાફ તથા અન્ય મહાનુભાવો સાથે બાળકો માટે આજના નવા ટેકનિકલ સમય માં બાળકોને શિક્ષણ તરફ પ્રયાણ સાથે,નિયમિતતા,સ્વચ્છતા, આરોગ્ય,નીડરતા,તથા વ્યસન, મોબાઈલ રીલ જેવા,ઘાતક સામગ્રીથી દૂર,સ્પર્ધાત્મક પરીક્ષા અને અન્ય સ્પર્ધાઓ રુચિ દેખાડતા થાય દરેક બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી દરેક મહિલાઓ પોતે બાળકોને નિયમિત રીતે અભ્યાસ જોડાયેલા રહે તેવા અનેક નવા વિચારોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે શાળાનું મુલાકાતમાં દરેક બાળકનો વર્ગખંડ,શિક્ષકો સાથે જોડાઈને પોતાની લાગણી શબ્દોથી વાસણા(વાતમ) ગામની તેજસ્વી નારીઓ પણ સાચા અર્થમાં વાલીઓ તરીકે પુરવાર થઈ




