શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા ખાતે માતૃ – પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

14 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
હિન્દુ આધ્યાત્મિક એવમ સેવા સંસ્થાન (HSSF)અંતર્ગત સદર શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા ગામના વાલીશ્રીઓ હાજર રહ્યા. જેમાં પ્રાર્થના, હનુમાન ચાલીસા અને અભિનય ગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ વિધાર્થીઓ દ્રારા માતા પિતા વિષે હૃદય સ્પર્શી વકતૃત્વ આપ્યું અને માતા- પિતા, દાદા- દાદી ની વંદના, કુમકુમ તિલક, પૂજન, પુષ્પ અર્પણ અને આરતી કરવામાં આવી.આ કાર્યક્રમથી માતા- પિતા અને દાદા-દાદી ભાવુક બન્યા. શાળાના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોષી સાહેબશ્રીએ જણાવ્યું કે સનાતન ધર્મની સંસ્કૃતિને જાળવી રાખવા તેમજ તેના સંરક્ષણ સંવર્ધન માટે તમામ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમો માં જોડાવવું જોઈએ તેમજ પરિવારમાં પણ આ પ્રકારે પૂજન ,વંદના કાર્યક્રમ કરવા જોઈએ જેથી આવનાર પેઢીમાં સંસ્કાર જળવાઈ રહે. વડીલોએ આપણા આચરણથી જ આવી પરંપરાઓ જતન કરવું રહ્યું તો અને તો જ બાળકો શીખશે.માતા પિતા નું ઋણ કોઈ ચૂકવી શકતું નથી પણ તેમને દુઃખ થાય તેમને નીચું જોવું પડે તેવું કંઈ પણ પ્રવૃત્તિ આપણે ન કરીએ તેવો સંકલ્પ લઈએ. સૌને પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે સરાહનીય કામગીરી કરવા બદલ સમૌ મોટા કેળવણી મંડળે તેમજ વાલી ગણે અભિનંદન આપ્યા હતા.પૂર્ણાહુતિ પ્રસંગે તમામ બાળકોને ગોળની રેવડી આપી મોં મીઠું કરાવ્યું.





