BANASKANTHAGUJARATPALANPUR

શ્રી બાલારામ સઘનક્ષેત્ર ચિત્રાસણીમાં માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

21 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બાલારામ સઘનક્ષેત્ર ચિત્રાસણીમાં માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો. બાલારામ સઘનક્ષેત્ર સમિતિ ‘વિમળા જ્યોત’ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી શિવમ શૈક્ષણિક અને માનવકલ્યાણ વિકાસ ટ્રસ્ટ તથા રેડિયો પાલનપુર અને મીડિયા પાર્ટનર આર.જે. અંજલી અને રિતિકની સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ડૉ. ભાગ્યેશ જહા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણાથી માતૃભાષા સપ્તાહ અંતર્ગત 16 ફેબ્રુઆરીના રોજ માતૃભાષા મહોત્સવ ઉજવાઈ ગયો.
આ ઉત્સવમાં પ્રથમ સેશનમાં અતિથિ વિશેષ તરીકે આંગીકમ ફાઉન્ડેશનના વિપુલભાઈ ભટ્ટ તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ મહેતા તથા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ અખાણી ઉપસ્થિત રહ્યા. વ્યાખ્યાતાશ્રીઓ ડૉ. આશિષ ઠાકર, ડૉ. ભાવેશ પંડ્યા અને ડૉ. જીગર જોષી દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવતું પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું. બીજા સેશન કવિ સંમેલનમાં શ્રી નરેન્દ્રભાઈ જગતાપ અને શ્રી પરબતભાઇ નાઈ તથા ડૉ. જીનલ પ્રણામી દ્વારા કાવ્યગાન રજૂ થયા. ત્રીજા સેશનમાં નાટ્યકારશ્રીઓ મહેન્દ્રભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ગઢવી, શ્રી અર્જુન રાજપૂત, શ્રી ચિરાગ ગોકાણી અને ટીમ દ્વારા સુંદર વાચિકમ રજૂ થયું. ચોથા સેશનમાં કાવ્ય સંગીતમાં શ્રી વિશાલ સોમેશ્વરા દ્વારા વાતાવરણ સંગીતમયબની ગયું.
આ પ્રસંગે સઘનક્ષેત્રની તાલીમાર્થી દીકરીઓ મીના પારેગી અને પાયલ ઠાકોર દ્વારા સ્વરચિત કાવ્યગાન થયું. યસ્વી ઠાકર દ્વારા લોકવાર્તા અને ચેતના ચૌધરી દ્વારા લોકગીત રજૂ કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના નિયામકશ્રી ભરતભાઈ પટેલ તથા સંસ્થાના તમામ વિભાગના કાર્યકરોએ ખુબજ જહેમત ઉઠાવી તેમજ તમામ બાળકોએ આ કાર્યક્રમ ખૂબ રસપૂર્વક નિહાળ્યો અને માણ્યો.

Back to top button
error: Content is protected !!