
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત અને જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી તારીખ : 27/12/ 2024 ના રોજ ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ તાલુકાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
કાર્યક્રમમાં શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખશ્રી અરવિંદભાઈ એન. પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટીકરણ અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં વક્તુત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા, તબલા, હાર્મોનિયમ, લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં 100 વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાના પરિણામોમાં પારદર્શિતા રહે તે હેતુથી તમામ સ્પર્ધાના નિર્ણાયકો જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવ્યા હતા અને એ તમામ નિર્ણાયકોએ પારદર્શક રીતે નિર્ણયો આપ્યા હતા, આમ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જનતા માધ્યમિક શાળા ખેરગામ ના પરિસરમાં ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું .



