
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લામાં MD ડ્રગ્સ ઝડપાયું, ધનસુરા પાસે હાઇવે પરથી SOG એ 3 આરોપી ને દબોચ્યા – બાયડનો 1 અને તલોદના 2 આરોપી ડ્રગ્સ સાથે પોલીસ પકડમાં
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગાંજો તેમજ ડ્રગ્સ નું વેચાણ બેફામ થતું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને જિલ્લાનું યુવાધન ગાંજા તેમજ ડ્રગ્સના રવાડે ચડેલું હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને યુવાધન ઠેર ઠેર ગાંજાનું સેવન કરતો હોય તેવી પણ લોકવાતો હવે વહેતી થઈ છે. ખાસ કરીને જિલ્લા ની અંદર રાજસ્થાનથી લઈ અમદાવાદ સહિત વિવિધ શહેરો થી આવતું નશીલા પદાર્થનું નશાનું સેવન કરતા લોકોનું હવે ધીરે ધીરે કારસ્તાન જિલ્લામાં વધતું હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંકને ક્યાંક અલગ રીતે ગાંજો તેમજ ડ્રગ્સ આવતું જિલ્લામાં જોવા મળી રહ્યું છે. સામે પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે અને દિવસેને દિવસે હવે ગાંજા નું તેમજ ડ્રગ્સનું સેવન અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર જિલ્લાની અંદર એમડી ડ્રગ્સ પકડાયા હોવાનું સામે આવતા હવે જિલ્લાની અંદર નશાનું સેવન કરતાં અનેક લોકોમાં ફફડાટ જોવા મળી રહી છ
એસોજી ટીમના પીઆઇ ગરાસીયા સહિત ટીમને ચોક્કસ બાતમી મળતા રનીંગમાં અમદાવાદથી તલોદ અને તલોદ થી ધનસુરા આવતું એમડી ડ્રગ્સ રનીંગ ગાડીમાં જ એસોજીએ ઝડપી પાડતા કામગીરી બિરદાવા લાયક છે. મળતી માહિતી મુજબ ધનસુરા ના પાંચકુહાડા સીમ પાસે વડાગામ થી ધનસુરા જતા સ્ટેટ હાઈવે પર રેનિંગમાં જ SOG ટીમે કોર્ડન કરી ક્રેટા ગાડી ઝડપી પાડી હતી અને ક્રેટા ગાડીમાં બેસી રહેલા ત્રણ ઇસમો ને નીચે ઉતારી તપાસ કરતા 2 ઈસમોના તેમના પેન્ટના ખીચામાં જમણી બાજુ પ્લાસ્ટિકની થેલીમાંથી કુલ 5 થેલીમાં અલગ અલગ રીતે આ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં વજન કરતા 44.97 ગ્રામ જેટલું વજન થયું હતું જેની કુલ કિંમત 1,34,910 સાથે 3 આરોપીને ઝડપી પાડી SOG પોલીસ ને સફળતા હાથ લાગી હતી. મહત્વનું એ છે કે જિલ્લાની અંદર સૌ પ્રથમ વાર આ એમડી ડ્રગ્સ મળી આવતા એસોજી ટીમની કામગીરી બિરદાવા લાયક છે
ખાસ કરીને જિલ્લામાં બાહોશ અધિકારી એવા પી આઈ એચપી ગરાસીયા ની કામગીરી બિરદાવા લાયક છે જેમાં પહેલા એલસીબીમાં પણ પોતાની કામગીરી એક અલગ અદાથી નિભાવી હતી અને મસ મોટા પ્રોહીબીએશનના કેસો કરવાની કામગીરીના પણ મોખરે હતા.અને હવે એસોજીની કમાન સંભાળ્યા બાદ પછી પણ પોતાની કામ કરવાની એક આગવી અદા તેમજ ચોક્કસ બાતમી થી જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે ત્યારે આવા અધિકારીને કામગીરી બિરદાવા લાયક છે
*જિલ્લામાં વધી રહેલા નશીલા પદાર્થનું સેવન ક્યારેય અટકશે તેના પણ સવાલો ઊભા છે.બીજી તરફ હાલ એ પણ સવાલો ઊભા થયા છે કે જે પ્રકારે જિલ્લાની પોલીસ દ્વારા ગાંજો તેમજ ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે પરંતુ આ ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે કોણ વેચી રહ્યુ છે અને કોના ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે તે બાબતે કોઈપણ પ્રકારે તપાસમાં બહાર આવવાનું નામ નથી કે શું..? જેને લઇ પણ અનેક સવાલો ઊભા થાય છે*
SOG પોલીસે ડ્રગ્સ સાથે ઝડપેલા 3 આરોપી
( 1) ઓમારામ વરદારામ ભુરારામ પટેલ ઉ.વ.આ-૩૨ હાલ રહે- મઈન બજાર તલોદ ૧ તલોદ જિ.સાબરકાંઠા મુળ રહે- ચાલીગાવ તા-લુણી જિ. જોધપુર(રાજસ્થાન)
(૨) જિતેંદ્રભાઇ જયતીભાઈ સોલંકી ઉ.વ.આ-૩૫ હાલ રહે-નરોડા દહેગામ રોડ તક્ષશીલા સોસાયટી તા-જિ-અમદાવાદ મુળ રહે- લીંબ વાસણી તા-બાયડ જિ-અરવલ્લી
(૩) મેહુલસિંહ ચતુરસિંહ સોલંકી ઉ.વ.-૩૧ રહે- શીવમ સોસાયટી તલોદ તા-તલોદ જિ. સાબરકાંઠા
(૪) હનુમાનસિંહ નામનો ઇસમ રહે.ધાવા તા.લુણી જી.જોધપુર (રાજસ્થાન)





