GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીમા બિલ્ડરે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે પીપળી રોડપર સોસાયટીના રહીશોએ રોડ કયૉ ચક્કાજામ

 

 

MORBI: મોરબીમા બિલ્ડરે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે પીપળી રોડપર સોસાયટીના રહીશોએ રોડ કયૉ ચક્કાજામ

 

મોરબીના પીપળી રોડ ઉપરની 4 સોસાયટીના રોડ, ગટર, પાણી, લાઈટ સહિતની સુવિધા ન હોય બિલ્ડરે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા. તેમ છતાં કાર્યવાહી ન થતા તેઓએ જેતપર-પીપળી રોડ ઉપર આજે સવારે ચક્કાજામ શરૂ કર્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીના પીપળી રોડ ઉપર માનસધામ-1, માનસધામ-2, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી આવેલ છે. જેમાં માનસધામ 1 અને 2 સોસાયટીમાં 150 મકાન, ત્રિલોલધામ સોસાયટીમાં 100 જેટલા મકાન અને ગોકુલધામમાં 43 સહિત 400 જેટલા મકાન છે. આ સોસાયટીઓમાં લાઈટ, પાણી, રોડ, ગટર જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે આ સોસાયટીઓમાં સરકારના નિયન મુજબ સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી. એક તરફી દસ્તાવેજ કરી બીલ્ડર અને એમના વકીલ દ્વારા છેતરપીંડી કરવમાં આવી છે. સ્ટ્રીટ લાઈટ, પાણી, ગટર કે રોડની સુવિધા નથી. તંત્રને અનેકવાર રજુઆત કરી છે. સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. તેઓએ પણ કોઈ કાર્યવાહી કરી નથી. પછાત વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે.અમે વેરો ભરવા તૈયાર છીએ. દસ્તાવેજમાં મકાન બતાવેલ છે. તેઓ અમને એમ કહે છે કે અમે તમને પ્લોટ વેચ્યા છે. પણ અમે તો મકાન ખરીદ્યા છે.આ અંગે સ્થાનિકોએ તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ કર્યા હતા. પરંતુ કોઈ પરિણામ ન મળતા આજે સ્થાનિકોએ સવારમાં સમયે જ મહત્વના એવા જેતપર-પીપળી રોડ ઉપર જ ચક્કાજામ કર્યો..

Back to top button
error: Content is protected !!