GUJARATSURENDRANAGARWADHAWAN

પિસ્મો બીચ અમેરીકાથી નવ લાખ રુપિયા મિઝોરમ ભારત સુધી પહોંચ્યાં.

તા.29/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીંશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડામાં સાંસ્કૃતિક પ્રવાસે છે
તા. ૨૬/૬/૨૦૨૪ બુધવારે એમનો કાર્યક્રમ કેલિફોર્નિયા રાજ્યના પિસ્મો બીચ નામના નાનકડાં નગરમાં યોજાયો હતો બુધવાર હોવા છતાં એ રમણીય નગરમાં આશરે સો જેટલાં ગુજરાતીઓ એકઠાં થયા હતા ડો. જશવંત પટેલ, કિરીટ પટેલ, અમુલ સોની, વિપુલ પટેલ, હિંમતભાઈ ટાંક, અતુલ વાછાણી, અને ભીખુભાઈ પટેલ અને મિત્રોએ આ હાસ્ય દરબારનું આયોજન કર્યું.
પરંતુ મઝાની વાત એ છે કે આ કાર્યક્રમમાં આશરે 11,000 અમેરીકન ડોલર એટલે કે ભારતના 9,00,000 નવ લાખ રુપિયા જેવી માતબર રકમ મિઝોરમ રાજ્યના પાટનગર એઈઝવાલ (AIZAWL) પાસે આવેલું થુમ્પોઈ (THUAMPUI) નામના ગામમાં મોકલવામાં આવી હતી મિઝોરમના આ ગામમાં મોહન સાઈ નામના એક સજ્જન ૐ મંદિર સંચાલન સમિતિ દ્રારા હિન્દુઓને આધ્યાત્મિક શિક્ષણ આપી અન્ય ધર્મમાં જતાં અટકાવે છે આ સંસ્થા 22,00,000 બાવીસ લાખના ખર્ચે શાળા બનાવે છે એમાં 13,00,000 તેર લાખ ભેગાં થઈ ગયા હતા અને 9,00,000 નવ લાખનો તુટો હતો જગદીશ ત્રિવેદીના આ કાર્યક્રમમાં 11000 $ અમેરિકન ડોલર એટલે કે ભારતના નવ લાખ રુપિયા ભેગાં કરીને ડો. જશવંત પટેલ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા આમ છેક અમેરીકાથી સેવાની ગંગા મિઝોરમ સુધી પહોંચી હતી.

Back to top button
error: Content is protected !!