અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ રેફરલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત વિવિધ સેવાકાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત આજે મેઘરજ રેફરલ હોસ્પિટલ ખાતે એમ.કે. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, ચાંદખેડા દ્વારા વિશાળ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાબરકાંઠા–અરવલ્લી લોકસભા સાંસદ શોભના બારૈયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે અરવલ્લી જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન, જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ અનીલભાઈ, જિલ્લા ડીડીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.કેમ્પ દરમ્યાન અલગ–અલગ રોગોના નિષ્ણાત ડૉક્ટરોએ મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા દર્દીઓની તપાસ કરી. જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ અને મફત સારવાર પૂરી પાડવામાં આવી હતી.આ રીતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા સેવા પખવાડિયાની ઉજવણી આરોગ્ય સેવાઓ દ્વારા કરવામાં આવી.