DAHODDHANPURGUJARAT

ધાનપૂર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

તા.૧૪.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપૂર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ધાનપુર તાલુકાના અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ કેમ્પ અંતર્ગત અને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ના સહયોગ થી મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પની અંદર ઝાયડસ મેડિકલ કોલેજના વિવિધ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોકટર દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પની અંદર 187 દર્દીઓએ લાભ લીધા હતો સમગ્ર મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડૉ. સિન્હા તથા તાલુકા હેલ્થ અધિકારી બી. પી. રમણ અને ડૉ.હિતેષ રાઠવાના માર્ગદર્શનથી કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ, તાલુકા પ્રોગ્રામ આઈ.સી.ટી.સી, કાઉન્સિલ.ટી.બી., રક્તપિત્ત,સિકલસેલ, મેલેરીયા સુપરવાઈઝર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!