
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ : માલપુર,મેઘરજ, મોડાસા વિસ્તારમાં ગાજ વીજ સાથે કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેના લઇ અરવલ્લી સહીત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ હોવાની આગાહી કરવામાં આવી છે જેમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ ની શક્યતાઓ રહેલી છે આગામી 8 તારીખ સુધી વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે તેમ છે
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ ની આગાહી ને પગેલ રાત્રીના સમયે જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં ભારે પવન તેમજ ગાજ વીજ સાથે કમોસમી વરસાદી ઝાપટુ પડ્યું હતું મળતી માહિતી અનુસાર જિલ્લામાં મોડાસા,માલપુર, મેઘરજ સહીત તાલુકાના વિવિધ વિસ્તારમાં રાત્રીના સમયે ભારે પવન તેમજ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન ને કારણે કેટલાક વિસ્તારમાં વીજળી પણ ડૂલ થઈ હતી આમ હવામાન વિભાગે કરેલ આગાહી ને પગલે અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો




