પાલનપુર ખાતે યોજાઈ બાળકો માટે આના પાન ધ્યાન સાધના શિબિર

2 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે યોજાઈ બાળકો માટે આના પાન ધ્યાન સાધના શિબિર વિપશ્યના સાધના સમિતિ પાલનપુર દ્વારા સમતા વિદ્યાવિહાર સ્કૂલ પાલનપુર ખાતે 8 થી 18 વર્ષ સુધીના બાળકો માટે વિપશ્યના આચાર્યશ્રી સત્યનારાયણ ગોએંકાજી દ્વારા સંચાલિત “આના પાન ધ્યાન સાધનાની એક દિવસની શિબિર”યોજાઈ હતી.જેમાં 88 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ આના પાન ધ્યાન કરવાથી બાળકોને એકાગ્રતા જાગૃતતામાં વધારો થાય છે. મન ઉપરનો કાબુ વધે છે. યાદ શક્તિ તેજ બને છે નિર્ણય લેવાની શક્તિ અને યાદશક્તિમાં વધારો થાય છે.ચીડીયાપણ,ડર,ચિંતા, અધીરાય,તનાવ ઘટે છે. કામ કરવાની અને અભ્યાસ કરવાની ક્ષમતા વધે છે. અન્યને સમજાવવામાં અને પોતાને વ્યક્ત કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મન સ્વસ્થ અને નિરોગી અને બળવાન બને છે. વ્યક્તિ અન્ય માટેની શુભ ભાવનાઓથી ભરપૂર બને છે. આવી બાળ આના પાન ધ્યાન શિબીરોનું સંચાલન પૂજ્ય સત્યનારાયણ ગોયેન્કાજી દ્વારા પ્રશિક્ષિત બાળ શિબિર શિક્ષકો દ્વારા કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લીધા સિવાય નિ:શુલ્ક કરવામાં આવે છે. આવી બાળ આના પાન શિબિરો ધમ્મ દિવાકર વિપશ્યના કેન્દ્ર,મીઠા મેહસાણા ખાતે મહિનામાં એક દિવસ યોજાય છે. અનેક સ્કૂલોમાં પણ આ શિબીરોનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. જેના વિદ્યાર્થીઓ પર સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.




