DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ટીબી જાગૃતિ માટે મિટિંગ અને પોષણ કીટ વિતરણ

તા.૧૧.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ટીબી જાગૃતિ માટે મિટિંગ અને પોષણ કીટ વિતરણ

ગરબાડા તાલુકાની ગાંગરડી ગ્રામપંચાયત ખાતે સરપંચ તથા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગ અંગે જાગૃતિ માટે વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મિટિંગમાં ટીબી રોગ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં રોગના લક્ષણો, સારવારની પદ્ધતિઓ તથા સરકારી સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.આ અવસરે અસ્મિતાબેન ધરમસિંહ બારીઆ દ્વારા ગામના 3 ટીબી પીડિત દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમને તંદુરસ્તી જાળવી રાખવામાં સહાય થાય.આ કાર્યક્રમથી ગામના લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

Back to top button
error: Content is protected !!