દિયોદર તાલુકા ને મળ્યા મહિલા ડિરેકટર બનાસ ડેરીમાં ડિરેકટર પદે રમીલાબેન ચૌધરી ની બિન હરીફ વરણી
પ્રથમ વખત બનાસ ડેરીમાં ડિરેકટર પદે મહિલા ની પસંદગી થઈ
“મારા ઉપર વિશ્વાસ મૂકી મને જે જવાબદારી સોંપી છે તે હું નિષ્ઠા પૂર્વક નીભાવીશ :રમીલાબેન ચૌધરી
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
દિયોદર તાલુકા ને મળ્યા મહિલા ડિરેકટર બનાસ ડેરીમાં ડિરેકટર પદે રમીલાબેન ચૌધરી ની બિન હરીફ વરણી
એશિયા ની નબર વન બનાસ ડેરીની ચૂંટણી માં દિયોદર વિભાગ માંથી બે ફોર્મ ભરાય બાદ રાજકીય ગરમાવો જોવા મળી આવ્યો હતો જેમાં બુધવારે બનાસ ડેરી માં ડિરેકટર પદે ના ઉમેદવાર ઇશ્વરભાઇ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચતા દિયોદર નું ચિત્ર સ્પષ્ટ થયું હતું જેમાં પ્રથમ વખત મહિલા ની પસંદગી કરવામાં આવી છે જેમાં બનાસ ડેરીમાં ડિરેકટર પદે રવેલ ગામના રમીલાબેન કનુભાઈ ચૌધરી ની બિન હરીફ વરણી થતાં પશુપાલક મહિલાઓમાં આનંદ ની લાગણી જોવા મળી આવી છે બનાસ ડેરીમાં દિયોદર નિયામક મંડળ માં ડિરેકટર પદે રમીલાબેન કનુભાઈ ચૌધરી ને સુકાન સોંપવામાં આવ્યું છે ડિરેકટર પદે બિન હરીફ વરણી થતાં બિન હરીફ વરણી થયેલ રમીલાબેન ચૌધરી એ સૌ કોઈ નો આભાર વ્યક્ત કર્યો હતો આ બાબતે રમીલાબેન કનુભાઈ ચૌધરી એ જણાવેલ કે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી માં મારી ડિરેકટર પદે વરણી થઈ છે તેનો હું આભાર વ્યક્ત કરું છું બનાસ ડેરીના ચેરમેન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે મારા ઉપર વિશ્વાસ મૂકી મને બનાસ ડેરીમાં જે ડિરેકટર પદ ની જવાબદારી સોંપી છે તે જવાબદારી હું નિષ્ઠા પૂર્વક નીભાવિશ હું દરેક પશુપાલન મહિલાઓ નો પણ આભાર વ્યક્ત કરું છે….