GUJARAT

નવસારી જિલ્લામાં SIR-2025 મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગેની રાજકીય પક્ષો સાથે મિટિંગ યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતીય કેન્‍દ્રીય ચૂંટણીપંચનાં આદેશ મુજબ તા.૨૮/૧૦/૨૦૨૫ થી ગુજરાત રાજ્યમાં SIR-2025 મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ લાગુ કરવામાં આવેલ છે. જે મુજબ નવસારી જિલ્લામાં આવેલ ૪ વિધાનસભા મતવિસ્તારનાં કુલ-૧૧૧૬ મતદાન મથકોનાં ૧૦,૯૫,૯૦૦ મતદારોની ખરાઈ હાથ ધરવામાં આવેલ છે. આ બાબતે તા.૨૯/૧૦/૨૦૨૫નાં રોજ રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર,નવસારી દ્વારા મીટીંગ યોજી, તમામ પક્ષોને SIR-2025 કાર્યક્રમનાં વિવિધ તબક્કાઓની જાણ અને સમજ આપવામાં આવી. SIR-2025 કામગીરી બાબતે તમામ બી.એલ.ઓની તાલીમ તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૦૩/૧૧/૨૦૨૫ દરમ્યાન મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા યોજવામાં આવી. અને તા.૦૪/૧૧/૨૦૨૫ થી તમામ બીએલ.ઓ. પોતાનાં મતવિસ્તારનાં મતદારોનાં ઘરે રૂબરૂ જઈ એન્‍યુમેરેશન ફોર્મનું વિતરણ કરશે. જે એન્‍યુમેરેશન ફોર્મ મતદારોએ સહી કરી બી.એલ.ઓ.ને પરત કરવાનું રહેશે. વધુમાં, હાલનાં તબક્કે માત્ર હયાત મતદારોની ખરાઈ કરવાની થતી હોય, મતદારે એન્‍યુમેરેશન ફોર્મ સાથે કોઈ પુરાવા રજૂ કરવાનાં નથી. જેની તમામ મતદારોએ નોંધ લેવી તથા જરૂરી સહકાર આપવો.

Back to top button
error: Content is protected !!