AHAVADANG

વઘઈ તાલુકાનાં કોયલીપાડા ખાતે ચેકડમ ઉપરથી પગ લપસી જતા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં કોયલીપાડા ગામ ખાતે રહેતા આધેડ ખેતરે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.જો કે ખેતરે જવાના રસ્તામાં ચેકડેમ આવતો હોવાથી ચેકડમ પરથી પસાર થતી વેળાએ આધેડનો પગ લપસી જવાથી પાણીમાં તણાઈ ગયા હતા.અહી પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કોયલીપાડા ગામ ખાતે રહેતા જયેશભાઈ ગનુભાઈ પાડવી ખેતરે જાઉં છું કહી ઘરેથી નીકળ્યા હતા. જોકે સાંજ થઈ ગઈ હોવા છતાં પણ જયેશભાઈ ઘરે પરત ફર્યા ન હતા.ત્યારે પરિવારના સભ્યોને શંકા ગઈ હતી કે, ખેતરમાં જતી વખતે હોળીના કોતર ઉપર ચેકડેમ બનાવેલ છે તે ચેકડમ ઉપરથી ખેતર તરફ જવાનો રસ્તો હોવાથી આ ચેકડેમ ઉપરથી પસાર થતી વખતે કદાચ આકસ્મિક રીતે પગ લપસી જવાને કારણે પાણીમાં ડૂબી  ગયા હશે.જે બાદ ચેકડેમની આસપાસ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ત્યારે બુધવારે સવારે ચેકડેમના ઊંડા પાણીમાંથી તેમની લાશ મળી આવી હતી. ત્યારે ચેકડેમમાંથી ગ્રામજનોએ લાશને બહાર કાઢી પી.એમનાં અર્થે વઘઇ સરકારી દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.હાલમાં વઘઇ  પોલીસની ટીમે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!