નરેશપરમાર.કરજણ,
કરજણ પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રાનાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક
કરજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ તેમજ રથયાત્રાનાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
કરજણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોડન આનંદના અધ્યક્ષ સ્થાને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. “તેરા તુજકો અર્પણ” હેઠળ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા અને ખોવાયેલા ૨૪ મોબાઈલ ફોન અરજદારોને પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ચોરાયેલું ૧૪ તોલા સોનું (અંદાજે ₹૮,૪૦,૦૦૦ ની કિંમતનું), ચોરાયેલા રોકડા ₹૧,૨૨,૦૦૦ અને સાયબર ફ્રોડ દ્વારા ગુમાવેલા ₹૮,૯૩,૫૦૦ સડિત કુલ ₹૨૫,૭૫,૫૦૦ નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. શાંતિ સમિતિની બેઠક આગામી રથયાત્રા અને ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. રથયાત્રા શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય સરઘસ કાઢવા માટે ડીજેની પરમિશન લેવી ફરજિયાત હોવાની સૂચના આપવામાં આવી હતી.