
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : શોભનાબેન બારૈયાની અઘ્યક્ષતામાં મળી અરવલ્લી જીલ્લાની ” DISHA”( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક
બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપતી યોજના અને કામગીરીની સમિક્ષા કરવામાં આવી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીલ્લાની “DISHA”( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) સમિતિની બેઠક મળી. માનનીય સાંસદ શોભનાબેન બારૈયાની અઘ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જીલ્લાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ધ્યેય અને પ્રગતિ અંગે સમિક્ષા કરવામાં આવી.
જિલ્લામાં ચાલતી કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ. જીલ્લાની મધ્યાહન ભોજન યોજના, અલ્પાહાર યોજના , દૂધ સંજીવની યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન,ડિજિટલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આદર્શ ગામ યોજના, ઈ ગ્રામ સેવા, વિધવા સહાય યોજના, ગ્રામ પેયજળ યોજના, નલ સે જલ યોજના, ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નરેગા યોજના વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવી.જિલ્લાના વિકાસને લગતા પ્રશ્નોની સમિક્ષા કરી અધિકારી ઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
બેઠકમાં માનનીય સાંસદ શોભનાબેન બારૈયા, ક્લેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા , જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર , ભિલોડા ધારાસભ્ય પી.સી. બરંડા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કૂચારા, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





