માણાવદર ખાતે 59માં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25 યોજાયું જેમાં શ્રી કે.એ.વણપરીયા કન્યા વિનય મંદિર કેશોદ શાળા વિભાગ-3માં કૃતિ પ્રથમ પ્રાપ્ત કરી
માણાવદર ખાતે 59માં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25 યોજાયું જેમાં શ્રી કે.એ.વણપરીયા કન્યા વિનય મંદિર કેશોદ શાળા વિભાગ-3માં કૃતિ પ્રથમ પ્રાપ્ત કરી

59માં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25 માણાવદર ખાતે યોજાયું તેમાં શ્રી કે.એ.વણપરીયા કન્યા વિનય મંદિર કેશોદ શાળા વિભાગ-3 માં જૈવિક ખાઘ ઉત્પાદન અને પાક સુરક્ષાને હિતકારક વરમિવોશ કૃતિ પ્રથમ નંબર ની સિદ્ધિ પ્રાપ્ત કરેલી હાલમાં ખેતીવાડીમાં રસાયણિકખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ આડેધડ થઈ રહ્યો છે.આને પરિણામે ખેતીની જમીનનાં બંધારણમાં નકારાત્મક ફેરફાર થઈ રહ્યો છે વળી આના કારણે જરૂરી જૈવિક સંપતિનો નાશ થવાના કારણે જૈવિક સંતુલન ખોરવાઈ રહ્યું છે આ માટે અમોએ જમીનનું મૂળભૂત બંધારણ જળવાય રહે અને જરૂરી જૈવિક સંપતિને નુકસાન ન થાય તેવી જમીન અને પર્યાવરણને હિતકારક પ્રવાહી “ વર્મિવોશ” બનાવેલ છે. તે પ્રવાહીમાં ૧૦ % ગૌમૂત્ર છે અને લીંબોળીના મીંજનો પાવડર કે ગળો નામની વનસ્પતિનું પ્રકાંડ ઉમેરતા તે પ્રવાહી કીટનાશક અને પાકને જૈવિક પોષકતત્વો પુરા પાડે તેવું તૈયાર થાય છે જે કેશોદ તાલુકાનું ગૌરવ વધારેલ તે બદલ અમારા બાળ વૈજ્ઞાનિકો માંગરોલીયા પૃષ્ટિ ગોપાલભાઈ, રૈયાણી ધાર્મી અરવિંદભાઈ અને માર્ગદર્શક એચ.કે.પાનશુરીયાનો ઉત્સાહ વધારવા બદલ પ્રમુખશ્રી ડો.અજુડીયા સર તથા ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે તેમ જ ઝોન કક્ષાએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




