BANASKANTHAGUJARAT

અસાલડી ખાતે વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત મિટિંગ મળી.

હારીજ તાલુકા અસાલડીમાં આવેલ શ્રીશંકર ભગવાનના મંદિર પરિસરમા વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત વાંસા પરગણા પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિ ની સંયુક્ત બેઠ

અસાલડી ખાતે વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત મિટિંગ મળી.

હારીજ તાલુકા અસાલડીમાં આવેલ શ્રીશંકર ભગવાનના મંદિર પરિસરમા વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત વાંસા પરગણા પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિ ની સંયુક્ત બેઠક તા.૨૭/૦૭/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે પ્રમુખ નાનજીભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને,ઉપ પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ ચાબખા,મંત્રી હસમુખભાઈ પ્રજાપતિ હરિજ,સહમંત્રી શીવાભાઈ પ્રજાપતિ અડિયા, ઓડિટર ભેમાભાઈ પ્રજાપતિ રોડા,ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા પાટણનાઆચાર્ય હરજીભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ, પૂર્વપ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ, મંત્રી દિનેશભાઉ પ્રજાપતિની ઉપસ્થિતમાં યોજાઈ હતી. ઉપસ્થિત મહેમાનોનું હરજીભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત બાદ મહેમાનોને શાલના દાતા પ્રજાપતિ વીરચંદભાઈ ઉકાભાઈ પરિવારના લક્ષમણભાઈ,હેમરાજભાઈ, શિક્ષક મફાભાઈ પાટણ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આગામી સમયમાં આગામી તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ હારીજ ખાતે ઈનામ વિતરણ રાખવામા આવશે.સહઅભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે સાહિત્ય,કલા, વિજ્ઞાન,સામાજિક,ધાર્મિક,સાંસ્કૃતિક,રમતગમત સંગીત ચિત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં તાલુકા, જીલ્લા,રાજ્ય,રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વાંસા પરગણા પ્રજાપતિ સમાજના વિશેષ “વિદ્યાદિપ “ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.તા.૦૯/૧૧/૨૦૨૪ (પ્રથમ સ્નેહ મિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ પછી) થી તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધી જે વિદ્યાર્થીઓએ સરકારી નોકરીમાં સ્થાન મેળવ્યું છે.તેવા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.તા.૩૧/૦૮/૨૦૨૫ સુધી માં દરેક વિદ્યાર્થીઓએ પરિણામ પત્રકની નકલ જમા કરવાની રહેશે.સોસીયલ મીડિયાના માધ્યમથી પરિણામ પત્રકની નકલ આપનાર જે તે વિદ્યાર્થીની જવાબદારી પોતાની રહેશે. સમાજ દ્વારા દરેક વિદ્યાર્થીને પોત્સાહન ઈનામ આપવામાં આવશે.શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનાં ઈનામ વિતરણ, સમાજને શિક્ષણની દિશામાં આગળ વધવા માટેની ચર્ચા વિચારણા,સામાજિક રીત રિવાજોના સુધારા વધારા, શૈક્ષણિક બાબતની ચર્ચાઓ, આપણે સૌ શું ?? કરીએ તો બાળકો પ્રોત્સાહી થાય અને આગળ વધે તે બાબતોની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.આ પ્રસંગે માદેવભાઈ હારીજ,હેમરાજભાઈ સરવાલ, પ્રોફેસર અલ્કેશભાઈ કડી,શિક્ષક ભરતભાઈ એકલવા,ભલાભાઈ વાંસા,ભરતભાઈ ભલાણા, શિક્ષક સાંકળચંદભાઈ કાતરા, ભરતભાઈ દાબેલી થરા, રાજાભાઈ અસાલડી, ગણપતભાઈ અસાલડી, જીતુભાઈ અસાલડી, કૌશિક અસાલડી,અનિલ પાટણ સહિત કારોબારી સભ્યો હાજર રહેલ. કાર્યક્રમના અંતે પ્રજાપતિ દલપતભાઈ છગનભાઈ, પ્રજાપતિ મેવાભાઈ ગોવાભાઈ તરફથી આપેલ ભોજન પ્રસાદનો લાભ લઈ સૌ છુટા પડ્યા હતા. આભાર વિધિ દિનેશભાઈ ડી.પ્રજાપતિ અસાલડીએ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!