GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ.

રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી: સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ
………

 

 


મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ
…….

 


સમાન સિવિલ કોડ અંગે મહીસાગરવાસીઓના અભિપ્રાય લેવાયા
…….

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે લુણાવાડા જિલ્લા સેવા સદન, સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતનાં સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ એ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમિતિ મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરશે.

વધુમાં, સમિતિના સભ્યશ્રી દક્ષેસ ઠાકરે કહ્યું કે, સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો/મંતવ્યો તા: ૨૪/૩/૨૦૨૫ સુધી ગુજરાત સરકારના પોર્ટલની ( https://uccgujarat.in ) પર સૂચનો રજૂ કરવા અપીલ કરી હતી.

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ધાર્મિક સંસ્થાનાં વડાઓ, કોલેજનાં આચાર્યશ્રીઓ, કાયદાનાં નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો સહીત મહીસાગરવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

આ બેઠકમાં સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતનાં સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેસ ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા,અગ્રણીશ્રી દશરથભાઈ બારીયા, પૂર્વ ધારાસભ્યશ્રી, વકીલો, કોલેજનાં આચાર્યશ્રીઓ, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી UCC અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.

Back to top button
error: Content is protected !!