BANASKANTHAGUJARAT

મહેસાણા ખાતે શ્રી બાર પરગણા સગપણ ગ્રુપ દ્વારા મિટિંગ યોજાઈ..

મહેસાણા ખાતે શ્રી બાર પરગણા સગપણ ગ્રુપ દ્વારા મિટિંગ યોજાઈ..

મહેસાણા ખાતે શ્રી બાર પરગણા સગપણ ગ્રુપ દ્વારા મિટિંગ યોજાઈ..

મહેસાણામા ઈશ્વર કુટિર ખાતે શ્રી બાર પરગણા સગપણ ગ્રુપના નેજા હેઠળ મહંતશ્રી અખંડાનંડ સ્વામીની પાવન નિશ્રામાં પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈ ના અધ્યક્ષ સ્થાને પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ (વકીલ)ના અતિથિ વિશેષપદે રવિવાર તા. ૧૪/૦૯/૨૦૨૫ ના રોજ દીકરા દીકરીના સગપણ બાબતની ચર્ચા વિચારણા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોદાવરીબેન,ચંદ્રિકાબેને પ્રાર્થના ગીત દ્વારા જયારે ભગવતીબેન પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રુપમા પ્રજાપતિ સમાજના દીકરા-દીકરીના બાયોડેટા દરેકના વાલી સુંધી પહોંચે તો પગપણ કરવામાં ધણી સરળતા રહે અને કોઈ દીકરા-દીકરી કુંવરાના રહે એ બાબત ઉપર વધારે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.આબાબતે ગ્રુપના દરેક મેમ્બરોનો પૂરો સાથ સહકાર મળતો રહેશે.સમય બદલાવની સાથે સમાજમાં પણ અમુક સમય પ્રમાણે કાર્યો કરવા અને સમાજના દરેક લોકો એ સાથ સહકાર આપવા ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા હાકલ કરવામાં આવી હતી.સ્થાપક સભ્ય પ્રજાપતિ ભગવાનદાસ મફતલાલે જણાવ્યું હતું કે સમાજના દિકરા-દીકરીની લગ્ન વિષયક માહિતી હસે તો સગપણ કરવામાં વધારે સરળતા રહેશે.સ્થાપક સભ્યો નિમેષભાઈ પ્રજાપતિ,પરેશભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ ભગવતીબેન લક્ષ્મણભાઈએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી સમાજની દીકરી સમજમાં રહે અને સમાજમાં સગપણ થાય એ બાબતે ભાર મૂક્યો હતો.મુઝવણ ભર્યો પ્રશ્ન હોય તો પણ અમને જણાવશો તો અમે ચોક્કસ પ્રશ્ન નિવારવા પ્રયત્ન કરીશું.આભાર વિધિ ભાવેશભાઈ પ્રજાપતિએ કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!