હાલોલ:રોટરી ક્લબ દ્વારા કલરવ સ્કૂલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજયો,શાળાના મેનેજિંગ ટ્રસ્ટીની તૂતીય પુણ્યતિથિ નિમિતે નવજ્યોત પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૭.૨૦૨૬
આજે ગુરૂવારના રોજ હાલોલની કલરવ શાળાના સ્થાપક એવા સ્વ. પ્રકાશ ચંદ્ર જોષીપુરાની તૃતીય પુણ્યતિથિ.એક એવી વિરલ વ્યક્તિ કે જેને ખરેખર પોતાના નામનો પ્રકાશ પાથરીને સાર્થક બનાવ્યું.જેમ વાદળાઓની વચ્ચે સુરજ સંતાય પણ પોતાની આભા થી આકાશને દૈદીપ્યમાન કરે છે તેવી જ રીતે પ્રકાશ સાહેબે પોતાના પ્રકાશથી કલરવ શાળાને દૈદીપ્યમાન કર્યું છે .આ તૃતીય પુણ્યતિથિએ કલરવ પરિવારે શબ્દ સુમનથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેની સાથે સાથે જેને માનવસેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરી તેવા પ્રકાશ સાહેબના ધ્યેયને જીવંત રાખવા શાળામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ રક્તદાન એ જ જીવનદાન ઉક્તિને સાર્થક કરવા હાલોલ રોટરી ક્લબ, શ્રી મહાજન આરોગ્ય મંડળ, પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ તથા ઇન્દુ વોલન્ટરી બ્લડ સેન્ટર વડોદરા ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાનને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો, વાલીઓ, હાલોલના નગરજનો તેમજ રોટરી ક્લબના સભ્યોએ મળીને કુલ ૧૩૨ બોટલનું રક્તદાન કરીને પ્રકાશસરના ધ્યેયને સફળ બનાવ્યું હતું. આમ શાળાના આચાર્યએ મેગા બ્લડ ડોનેશનના કાર્યક્રમને સફળ બનાવનાર વાલીઓ, શિક્ષકો, હાલોલના નગરજનો અને રોટરી ક્લબના સભ્યોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આ પ્રસંગે નવ જ્યોત પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. પ્રકાશ સાહેબની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે સમાજમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોને નવ જ્યોત પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ક્ષેત્ર જેવા કે શિક્ષણ ક્ષેત્ર, માનવ સેવા, યોગ, રમત ગમત, પ્રકૃતિ જતન, તબીબી ક્ષેત્ર, સંગીત ક્ષેત્ર, નારી શક્તિ અને રક્તદાન વગેરે ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ તેમને નવ જ્યોત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વય વંદના જ્ઞાન જ્યોત માટે ઇન્દ્રવદનભાઈ શાસ્ત્રીજી, નારી શક્તિ માટે રેખાબેન મહેશભાઈ, રક્તદાન માટે વિશ્રુતભાઈ પટેલ, માનવ સેવા માટે જાસ્મીનભાઈ કાછિયા, યોગ માટે ગજેન્દ્રસિંહ પેશરાણા, તબીબી ક્ષેત્ર માટે ડૉ. અદિતિબેન પાઠક, રમત ગમત માટે આલિયા ખાન, સંગીત (ગાયન -વાદન) માટે રામભાઈ ગઢવી અને પ્રકૃતિ પ્રેમી માટે ડૉ. સી. કે. ટીંબડીયાસાહેબ જેવા મહાનુભાવોને નવ જ્યોત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે ૧૩૨ બોટલનું રક્તદાન એકત્ર થતાં હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખે શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.












