Rajkot: રાજકોટ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્રારા તા.૧૬મીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
તા.૧૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કર્મચારીઓ અને જાહેર જનતાએ બ્લડ ડોનેટ કરવા અનુરોધ
રાજકોટ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્રારા તા.૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ કલાકે, ડેકોરા ભવન ગેઇટ નંબર-૩ જીઆઇડીસી મેટોડા, લોધિકા ખાતે તાલુકા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે “નમો કે નામ રક્તદાન” અંતર્ગત આ રક્તદાન કેમ્પ યોજાશે. ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મહામંડળ/મહાસંઘોના સંયુક્ત ઉપક્રમે સગર્ભા માતાઓ, કેન્સરના દર્દીઓ,અકસ્માતમાં ઘાયલ દર્દીઓ વગેરેને લોહીની જરૂરિયાતમાં મદદરૂપ થવાની ઉમદા ભાવનાથી કેમ્પ યોજાશે. તા.૧૬ના રોજ તમામ જિલ્લાઓમાં ૩૩૦ જેટલા સેન્ટરો પર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ છે. રાજ્યમાં એક લાખ બોટલ એકત્ર કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત કરી ગિનીશ બુકમાં સ્થાન મેળવવાનું નક્કી કરાયુ છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના કર્મચારીઓ અને જાહેર જનતા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કરવામાં આવી છે.