
કેશોદના જલારામ મંદિર ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, હોમિયોપેથિક નિદાન કેમ્પ વગેરે કેમ્પ રાખવામાં આવેલા હતા જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો આ નિદાન કેમ્પ ની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભોજન દાતા રફીકભાઈ મહિડા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, સ્નેહલ તન્ના, રઈસ મહિડા , હેમંત ઘેરવરા, મોહનભાઈ ઘોડાસરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી નેત્ર નિદાન કેમ્પમાં 175 જેટલા દર્દીઓને પરિતોષ પટેલ તથા ડો શ્વેતા પટેલ દ્વારા તપાસી 84 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલા 354 કેમ્પમાં 25343 દર્દીઓના સફળ ઓપરેશન દ્વારા જલારામ મંદિર લોકોને નવી દૃષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે હોમિયોપેથી નીદાન કેમ્પમાં ડો.નિકિતા પટેલ દ્વારા ૨૫૦ જેટલા દર્દીઓના જુદા જુદા દર્દ અંગે માર્ગદર્શન આપેલ અને 80 જેટલા દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી 200 જેટલા દર્દીઓને ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવેલ હતું દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ જ્યારે દર્દીઓને માર્ગદર્શન સુરેશ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, વિજય દાફડા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ દર્દીઓને પીરસવાની કામગીરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના નિખિલ ઠાકર, સાહિલ દેવાણી, કમલેશ સાઈ વગેરે દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





