બેંક ઓફ બરોડા ના 118 મા સ્થાપના દિન નિમિત્તે, ભેંસાણ શાખા ના મેનેજર શ્રી કમલેશ બચ્છાવ તથા સ્ટાફ અને આંગણવાડી ની બહેનો ની ઉપસ્થિતિમાં શાખા અંતર્ગત આવતી ભેંસાણ ની 3 આંગણવાડી, મલગામા આંગણવાડી, સિથાણા આંગણવાડી અને સેગવાચ્છ્મા આંગણવાડી મા બાળકો ને સ્કૂલ બેગ કીટ તથા ફૂડ કીટ વિતરણ કરી ને ઉજવણી કરવામાં આવી.
વડોદરા ના મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજા ધ્વારા આ બેંક ની સ્થાપના કરવામાં આવી હતી. 20 જુલાઈ 1908 ના દિવસે ગુજરાતના દેશી રાજ્ય વડોદરા ( બરોડા ) માં કરવામાં આવી હતી. આ બેંકનું અન્ય 13 મુખ્ય વ્યાપારી બેંકો સાથે 19 જુલાઈ 1969 ના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતુ. ઉપરોક્ત તમામ માહિતી ચોર્યાસી તાલુકાના પી.એસ. ઈ ઇન્સ્ટ્રક્ટર કૌશિકાબેન પટેલ ઘ્વારા આપવામાં આવી હતી.આ તકે આંગણવાડી કાર્યકર બેનો વતી તેમને બેંક ઓફ બરોડા ના મેનેજર શ્રી કમલેશ બચ્છાવ અને સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.