BANASKANTHAGUJARATPALANPUR
મેગાળ પ્રાથમિક શાળા નવીન ભવન નિર્માણ કાર્ય નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

12 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મેગાળ પ્રાથમિક શાળા નવીન ભવન નિર્માણ કાર્ય નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.મેગાળ અનુપમ પ્રાથમિક શાળામાં શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં શાળામાં સતત બાળકો માટે દાનનો પ્રવાહ વહાવનાર ગામના સરપંચ અને દાતા પંકજભાઈ રતિલાલ દોશી તથા દાતા પોપટભાઈ લલ્લુરામ પંચાલના હસ્તે શાસ્ત્રી અમિતભાઇ જોષીના શાસ્ત્રોક્ત મંત્રોચાર દ્વારા વિધિપૂર્ણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોને અને બાળકોને નાસ્તો કરાવીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આચાર્ય ગોવિંદભાઈ એલ. ચૌધરી તથા સ્ટાફ પરિવાર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.તસ્વીર/અહેવાલ:-પુષ્કર ગોસ્વામી વડગામ




