
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : આંજણા (ચૌધરી) એકતા મંચ દ્વારા દ્રિતીય સમૂહ લગ્નોત્સવ ઇપલોડા ગામે યોજાયો
મેઘરજ તાલુકાના ઇપલોડા ગામ મુકામે આંજણા (ચૌધરી) એકતા મંચ દ્વારા દ્રિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમા આંજણા (ચૌધરી) એકતા મંચમાં સમાવિષ્ઠ ચોથિયા ચોખરું, માલપુરીયા ચોખરું, ઉભરાણ ચોખરું, ના 17 નવદંપતિ એ લગ્ન જીવનમાં પ્રભુતાના પગલા માંડ્યા હતાં.આંજણા (ચૌધરી) એકતા મંચ દ્વારા દ્રિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં દાન આપનાર દાતાઓને કન્યાઓ દ્વારા ફૂલછડી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આંજણા (ચૌધરી) એકતા મંચ દ્વારા દરેક નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો





